જાંબલી બટાકાની ખેતી: પંજાબના ખેડૂતને કેવો ફાયદો થઈ રહ્યો છે?
પંજાબના માલવા પ્રદેશના ફરીદકોટ જિલ્લામાં ખેડૂત ગુરજોતસિંહ પોતાના ખેતરમાં જાંબલી બટાકા ઉગાડી રહ્યા છે. આ બટાકાનો રંગ જાંબુ જેવો હોય છે, જે તેને સામાન્ય બટાકાથી અલગ બનાવે છે.
પંજાબના બાગાયતી વિભાગ અનુસાર, સમગ્ર રાજ્યમાં હાલમાં ફક્ત બે કે ત્રણ ખેડૂતો જ જાંબલી બટાકાની ખેતી કરી રહ્યા છે. જો આ પાક મોટા પાયે ઉગાડવામાં આવે તો તે ખેડૂતોને આર્થિક રીતે નોંધપાત્ર રીતે મજબૂત બનાવી શકે છે.
આ બટાકા કેવી રીતે ઉગાડાય છે? શું તેના સ્વાદમાં કોઈ ફરક હોય છે? ખેડૂતો અને તેનો આહાર કરનારા માટે તે કઈ રીતે લાભદાયક છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
© 2026 BBC. બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી. બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો.