મમતા બેનરજીએ ભવાનીપુરની હારને કોલકાતા હાઈકોર્ટમાં પડકારી

👁 4

મમતા બેનરજીએ ભવાનીપુરની હારને કોલકાતા હાઈકોર્ટમાં પડકારી

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ નંદીગ્રામ બાદ હવે ભવાનીપુર વિધાનસભા બેઠક પર પોતાની હારને કોલકાતા હાઈકોર્ટમાં પડકારી છે. તેઓ આજે (16 જૂન) બપોરે અચાનક હાઈકોર્ટ પહોંચ્યા હતા અને ચૂંટણી પરિણામો સામે અરજી દાખલ કરી હતી. તેમની સાથે સાંસદ ડેરેક ઓ'બ્રાયન, ડોલા સેના અને કલ્યાણ બેનરજી પણ હાજર હતા.

ભવાનીપુર બેઠક પર મમતા બેનરજી અને વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ હતી. શુભેન્દુ અધિકારીએ 73,917 મત મેળવીને મમતા બેનરજીને 15,104 મતોથી હરાવ્યા હતા. મમતાને 58,812 મત મળ્યા હતા, જ્યારે સીપીએમના શ્રીજીબ વિશ્વાસ 3,556 મત સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

મતગણતરી દરમિયાન ઘણા વિવાદો થયા હતા. મતગણતરીના 16-17મા રાઉન્ડ સુધી મમતા આગળ હતા, પરંતુ અંતિમ તબક્કામાં શુભેન્દુ અધિકારીએ લીડ મેળવી લીધી હતી. 4 મે, 2026ના રોજ મતગણતરી દરમિયાન સુરક્ષા દળો અને મોબાઇલ ફોનના મુદ્દે ગણતરી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે તેમના એજન્ટોને પ્રવેશતા અટકાવવામાં આવ્યા, સીસીટીવી કેમેરા બંધ કરવામાં આવ્યા અને કેન્દ્રીય દળોએ ટીએમસી કાર્યકરો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે મારપીટનો પણ આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ 2021માં નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી સામેની હારને પણ પડકારી હતી, જે કેસ હજુ પેન્ડિંગ છે. હવે તેમણે ભવાનીપુરની હારને પણ કોર્ટમાં પડકારી છે.

💬 Yorumlar (0)

Yorum Yaz

Yorumunuz onaydan sonra yayınlanır.

Henüz yorum yok. İlk yorumu siz yazın.